ઋણાનુબંધ - 13

(20)
  • 3.2k
  • 3
  • 2.1k

ભાવિની તો હસમુખભાઈની વાત સાંભળીને ઉત્સાહથી કહેવા લાગી, 'અરે વાહ! બહુ જ મસ્ત, લાવો પપ્પા એનો બાયોડેટા મને દેખાડો, ભાઈ પહેલા એ હું જોઇશ. હસમુખભાઈ અને ભાવિની એટલા બધા ખુશ હતા કે એમનું ધ્યાન અજય તરફ ગયું જ નહીં. એ બંને પ્રીતિની બાયોડેટા જોવામાં જ મશગુલ થઈ ગયા. ભાવિનીને તો પ્રીતિની બાયોડેટા અને પ્રીતિનો ફોટો ખુબ ગમી ગયા હતા. એ બોલી, 'વાહ પપ્પા! બહુ સુંદર પ્રીતિનો ફોટો છે. સાદગીમાં પણ સુંદરતા ભારોભાર છલકે છે.' હસમુખભાઈ તરત જ બોલ્યા, 'હા બેટા! સાચી વાત છે. જોઈને બહુ સીધું વ્યક્તિત્વ લાગે છે. મને તો અજય અને પ્રીતિની જોડી સરસ લાગશે એવું લાગે છે.