માંન્યાની મઝિલ ચેપ્ટર - 11

  • 2.7k
  • 1
  • 1.6k

અંશુમનના મેસેજના રિપ્લાયની રાહ જોવામાં ફરી પિયોનીએ બે કલાક બગાડી નાંખ્યા હતા. પોતાના કિંગ સાઈઝ બેડમાં સૂતા સૂતા તે અંશુમનના વિચારોમાં ખોવાયેલી હતી, જ્યારે પણ તેનો ફોન મેસેજથી વાઈબ્રેટ થતો તો પિયોની એ જ આશામાં મોબાઈલ જોતી કે અંશુમનનો જ મેસેજ હશે!! પણ તેની બધી આશા પર પાણી ફરી વળતું જ્યારે કોઈ ફ્રેન્ડ્સના ફોરવર્ડ મેસેજ તેને જોવા મળતા. પિયોનીને હવે ખરેખર ગુસ્સો આવી રહ્યો હતો કે અંશુમનને તેની કંઈ પડી જ નથી!! પણ પિયોની તેનો ગુસ્સો ઉતારે પણ કોની ઉપર? એકવાર તો તેને વિચાર આવ્યો કે તે અંશુમનને ફોન કરી લે. અત્યાર સુધી અંશુમન અને પિયોનીએ માત્ર ટેક્સ્ટ મેસેજથી વાતો