પ્રીતિ ખુબ સામાન્ય અને સીધું કહી શકાય એવું વ્યક્તિત્વ ધરાવતી હતી. મમ્મી અને પપ્પાના બંનેના સારા ગુણોનું વ્યક્તિત્વ પ્રીતિમાં વારસામાં જ મળ્યું હતું. પ્રીતિની બેન સૌમ્યા પણ એવું જ વ્યક્તિત્વ પણ અતિ વાતુડી, ચંચળ હતી. બન્ને બેનના સ્વભાવ અને પસંદગીમાં થોડો ફેર ખરો આથી બંને બાળપણમાં ક્યારેક ઝીણી ઝીણી વાત પર ઝગડી પડતી હતી. પ્રીતિને બોલવાનું ઓછું ગમતું આથી સૌમ્યા જ જીતી જતી હતી. જયારે એ બંને ઝગડતી ત્યારે એમના પેરેન્ટ્સ એમનો આ મીઠો ઝઘડો જોઈને હસતા હતા. ટૂંકમાં, ઘર કલબલાટથી ગુંજતું રહેતું હતું. સભ્યો ઓછા હતા, પણ ઘર લાગણીઓથી ધબકતું રહેતું હતું. પ્રીતિને બાળપણથી જ કંઈકને કંઈક શીખવું ગમતું