ઋણાનુબંધ - 10

(20)
  • 3.3k
  • 2.3k

રઘુકાકાએ એકદિવસ અજયને પોતાની પાસે બોલાવ્યો, પ્રેમથી પૂછ્યું પણ ખરું કે, 'બેટા! તું શું ચિંતામાં રહે છે. મેં તારા ચહેરા પાછળની પીડા જોઈ છે. જો તું મને ખુલ્લામને કહીશ તો કદાચ હું તારી મદદ કરી શકું.'અજયને જે હૂંફ એમના પેરેન્ટ્સથી જોઈતી હતી એ રઘુકાકાથી મળી હતી. રઘુકાકાના શબ્દોથી અજયના મનમાં પેસેલી બધી જ વેદના આંખોથી છલકી આવી હતી. અજય રઘુકાકાને વળગી પડ્યો હતો. આજ અજયે બધી જ પોતાના મનની વાત રઘુકાકાને જણાવી દીધી હતી. બસ, આ જ એ ઘડી હતી કે, જેના લીધે અજય રઘુકાકાને પોતાના સગાકાકા જેટલું જ માન આપતો થયો હતો. નાનપણથી લઈને અત્યાર સુધીની બધી જ એ