પ્રારંભ - 59

(61)
  • 4.4k
  • 4
  • 3.1k

પ્રારંભ પ્રકરણ 59જમ્યા પછી કેતન જાનકીએ હોટલના રૂમમાં જઈને થોડો આરામ કર્યો. ત્રણ વાગ્યે ઊઠીને રૂમ સર્વિસમાં કૉલ આપીને ચા મંગાવી. જો કે ઉકાળેલા ચાના ગરમ પાણીમાં દૂધ અને ખાંડ મિક્સ કરવાની આ ચા જાનકીને બહુ ભાવી નહીં. એ પછી કેતને હોટેલના રિસેપ્શનમાં જઈને ટુરિસ્ટ ટેક્ષીનું સેટિંગ કર્યું અને ૩:૪૫ વાગે દુબઈની સહેલગાહે બન્ને નીકળી પડ્યાં. કેતને જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે દુબઈમાં જે રીતે એણે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને જે જે સ્થળો જોયાં હતાં એ બધું જ એને યાદ હતું. એટલે એણે આ વખતે પણ એ રીતે જ પોતાનો પ્રોગ્રામ બનાવ્યો. સાંજે ટેક્ષીવાળો સૌથી પહેલાં પામ જુમેરાહ આઇલેન્ડ