પ્રારંભ - 58

(65)
  • 4.3k
  • 4
  • 3.1k

પ્રારંભ પ્રકરણ 58જાનકીના ગયા પછી કેતન થોડી વાર બેસી રહ્યો. જિંદગીમાં પહેલી વાર એણે આવો રોમેન્ટિક અનુભવ કર્યો હતો !! કાલની રાત ખરેખર કામણગારી રાત હતી. એ ઉભો થયો. વૉશરૂમમાં નાહી ધોઈને કલાક પછી બહાર આવ્યો. ડાર્ક બ્લુ કલરનું ચેક્સવાળું શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરી લીધું. પર્ફ્યુમનો એને ખાસ શોખ ન હતો તો પણ પર્ફ્યુમનો થોડો છંટકાવ કર્યો. ગમે તેમ તોય હજુ વરરાજા હતો !! દસ વાગી ગયા હતા એટલે એ સીધો રસોડામાં ચા નાસ્તો કરવા ગયો. " જિંદગીમાં પહેલીવાર ભાઈ આજે દસ વાગે ઉઠ્યા છે. " શિવાની બોલી. " અરે...ના રે ના. નવ વાગે તો ઉભો થઇ ગયો