શમણાંની શોધમાં - પ્રકરણ 25

(66)
  • 2.1k
  • 1
  • 1.4k

          અજવાળું આવતું હતું એ રૂમના દરવાજા પાસે જ પીટબુલ બેઠો હતો. એ રૂમના દરવાજા તરફ જોઇને બેઠો હતો. પીટબુલનું મો અને ગળું વ્હાઈટ હતા જે આછા અંધારામાં પણ સ્પષ્ટ દેખાતાં હતા. પાછળનો ભાગ ભૂખરા રંગનો હશે એવું અંધારામાં લાગતું હતું.           પીટબુલની પાછળના ભાગમાં એટલે કે એ રૂમના દરવાજાની સામે સીડીઓ નીચે ઉતરતી હતી. શ્યામે મનમાં મકાનનો નકશો સમજવાની કોશીશ કરી. તેમને જે રૂમમાં પૂરેલાં હતા કદાચ એ હાફ બેઝમેન્ટ હશે. બેઝમેન્ટમાં બે રૂમ હતા અને ઉપર પણ એમ જ બે રૂમ હતા. નીચેના રૂમ સામ સામે હતા જયારે ઉપર બંને