કાંચી - 2

  • 3.3k
  • 2.1k

ઓફિસમાં પોતાનો ભૂતકાળ વાગોળવાનું પાછળ છોડી, હું કારમાં સેમીનાર આપવાના સ્થળ તરફ જવા નીકળ્યો.મુંબઈના રસ્તાઓ પર તો અવારનવાર ટ્રાફિક જામ થતો જ હોય છે... પણ આજે ઘણા સમય બાદ મારા મનાં વિચારોનો ટ્રાફિક જામ થઇ આવ્યો હતો.કદાચ ઘણા લાંબા સમય બાદ મનમાં આટલું મોટું વંટોળ ઊઠ્યું હતું. અને આ વખતે એ મને ગૂંગળાવી રહ્યું હતું.ટ્રાફિક ચીરતો હું આગળ વધવા માંડ્યો. હું એક સેમીનાર આપવા જઈ રહ્યો હતો, ‘રાઇટીંગ સ્કીલ્સ' બાબતે... ! આવા સેમીનાર દેવા, પણ હવે કંઇ નવું ન’હોતું લાગતું. લગભગ મારી દિનચર્યાનો એક ભાગ જ ગણી લો !થોડીવારે હું ઓડીટોરીયમ પહોચ્યો, અને ગાડી પાર્ક કરી અંદર પ્રવેશ્યો. સંચાલકો મને