રસ્તા વચ્ચે ચારેય તરફથી હોર્નના અવાજો આવી રહ્યા હતા અને મારી કાર લગભગ ટ્રાફિકની વચ્ચોવચ્ચ અટવાઈ ગઈ હતી... ! એક તો પહેલાથી ઘણું જ લેટ થઇ રહ્યું હતું, અને ઉપરથી મુંબઈનો આ ટ્રાફિક“સાડા દસ થઇ ગયા આજે તો... આજે તો ખરેખર બહુ જ મોડું થઇ ગયું છે... મમ્મીને કહ્યું પણ હતું કે પછી વાત કરું, પણ એ છે કે ફોન મુકવાનું નામ જ નહિ !" ઓફીસ પંહોચી બબડાટ કરતા કરતા, મેં ગાડી પાર્ક કરી અને ઝડપથી ઓફીસના દાદરા ચડવા માંડ્યો."ગુડ મોર્નિંગ એવરી વન..." અંદર ઘુસતાની સાથે ચેહરા પર એક સ્મિત રમવી મેં બધાનું અભિવાદન કર્યું અને સડસડાટ મારી કેબીનમાં ચાલ્યો