સવાઈ માતા - ભાગ 31

  • 3.2k
  • 2.2k

લીલા પણ કોઠાડાહી તો હતી જ. તેણે આજ સાંજનું ભોજન સવલી માસીને જ બનાવવા કહી દીધું અને પોતે મનુને લઈ આવતીકાલ માટે શાક તેમજ ફળો લેવા નીકળી, જેથી પોતાને ઘરે જવાનું થાય તો પણ માસી ઘર બરાબર સંભાળી શકે. મનુ અભ્યાસમાં થોડો નબળો પણ રસ્તા બાબતે ચકોર હતો. તેને એક વખત જોયેલાં રસ્તા સુપેરે યાદ રહી જતાં. બેય જણ ખરીદી કરી, થોડો આજુબાજુનો વિસ્તાર જોઈ ઘરે પરત ફર્યાં. ત્યાં સુધીમાં રમીલાનાં પિતા પણ કામથી છૂટીને ઘરે આવી ગયા હતાં. બધાંનાં આવતાં સુધીમાં સવલીએ શાક સમારી વઘારી દીધું હતું અને રોટલા બનાવવા માંડ્યાં હતાં. સમુએ પોતાની સમજણથી થાળી-વાટકીઓ કાઢી ડાઇનિંગ ટેબલ