પ્રેમ - નફરત - ૭૯

(24)
  • 2.6k
  • 2
  • 1.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૯ આરવને લાગણીશીલ થતો જોઈ રચના પોતાની બાજીને ઊંધી પડતાં જોઈ રહી હતી ત્યારે બધાની નજર લખમલભાઈ પર હતી. આરવના નિર્ણયથી એમને જરા પણ અસર થઈ ના હોય એમ એ હસ્યા. રચના વધારે ચમકી ગઈ કે એમણે આરવની પરીક્ષા લેવા જ કંપનીના ભાગ પાડવાની વાત તો કરી નહીં હોય ને?આરવ આગળ બોલ્યો:‘પપ્પા, તમે મારી વાતને હસીને ઉડાવી નહીં શકો. આ કંપની આપણા સૌની સહિયારી રહેશે. તમે ‘ઓલ ઇન વન’ નામ અમસ્તુ રાખ્યું નહીં હોય ને? આપણી કંપનીના મોબાઇલમાં જેમ બધી જ સુવિધાઓ હોય છે એમ બધાં સાથે મળીને જ કંપની ચલાવી શકીએ છીએ.’‘બેટા, નામ