પ્રણય પરિણય ભાગ ૪૩વિવાને ગઝલની બંગડીઓ થોડી પાછળ કરીને તેના કાંડામાં ઘૂસેલો તૂટેલો કાચ હળવેથી ખેંચ્યો. 'આહહ્..' ગઝલ આંખો જોરથી મીંચીને દર્દથી કણસી. વિવાન તેના ઝખમ પર ફૂંક મારવા લાગ્યો.'બહુ દુખેછે?' વિવાને ખૂબ કાળજીથી પૂછ્યું. ગઝલની આંખોમાંથી તેને થતી વેદના દેખાય રહી હતી. તેણે ફક્ત માથું હલાવીને હાં કહ્યુ એટલે તે ફરીથી ઘાવ પર ફૂંક મારવા લાગ્યો. તેના ગરમ ગરમ ઉચ્છવાસથી ગઝલની અંદર અજીબ સળવળાટ થતો હતો. વિવાને મોબાઈલ કાઢીને તેના ઘાવનો ફોટો લીધો. ગઝલ નવાઈથી જોઈ રહી.પછી વિવાને કોટન પર ડેટોલ લઈને ગઝલનો ઘાવ સાફ કર્યો. ડેટોલ થોડું ચચર્યુ એટલે તેની આંખોમાં પાણી આવ્યાં. વિવાને વળી એકવાર ફૂંક મારીને