પ્રારંભ - 55

(73)
  • 4.6k
  • 2
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 55જાનકીની વાત સાચી હતી. અઢી વર્ષ પહેલાં કેતન જ્યારે અમેરિકા ગયો ત્યારે જેટલો રોમેન્ટિક હતો એટલો એ આજે ન હતો. કોલેજ કાળમાં તો એ જાનકી સિવાય રહી શકતો ન હતો. કોઈ દિવસ જાનકી કોલેજ ના આવે તો એ બેચેન બની જતો. એકવાર ત્રણ દિવસ સુધી જાનકી સતત કોલેજ ના આવી તો એણે ચોથા દિવસે જાનકીના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી હતી. જેમાં બોબી પિક્ચરના એક ગીતની પંક્તિઓ હતી ! # દુનિયા કે સબ રંગ ફીકે લગતે હૈં એક તેરે બોલ બસ મીઠે લગતે હૈ....ના ઘર મેં લગે દિલ ના બાહર કહીં પરઅરે કુછ ના કહું, ચૂપ રહું મગર અબ