પ્રારંભ - 51

(73)
  • 5.3k
  • 2
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 51લલ્લન પાંડે ગોરેગાંવનો પ્લૉટ ૩૦ કરોડ લઈને ખાલી કરવા માટે તૈયાર થઈ ગયો હતો. જે પૈકી કેતને આજે એને ૧૦ કરોડ રોકડા આપી દીધા હતા અને સામે ચેક લઈ લીધો હતો. કામ પતી ગયા પછી જયદેવ અને કેતન પાંડેની વિદાય લઈને નીચે ઉતરી ગયા હતા. પાંડેની સોસાયટીમાંથી બહાર નીકળ્યા પછી જયદેવે કેતનને આગ્રહ કર્યો." અત્યારે તું હવે ફ્રી છે તો ચાલ મારી સાથે શૂટિંગ જોવા માટે. તને પ્રિયંકાની મુલાકાત પણ કરાવી દઉં. એ અત્યારે શૂટિંગના ફ્લોર ઉપર જ હશે. " જયદેવ બોલ્યો."ના જયદેવ. મને પહેલેથી જ ફિલ્મો કે ટીવી સિરિયલમાં કોઈ રસ નથી. એ બાબતમાં થોડોક ઔરંગઝેબ છું.