ઋણાનુબંધ - 6

(25)
  • 3.7k
  • 1
  • 2.6k

અજયનું મન જેટલું હળવું આજ થયું એથી વિશેષ પારાવાર તેને પસ્તાવો થઈ રહ્યો હતો. પિતા અને પુત્ર વચ્ચેની ભેદરેખા જેના લીધે બની હતી એ આજ સમગ્ર ઘટનાઓ એને ધીરે ધીરે સમજાઈ રહી હતી. આજ જાણે કુદરત પણ અજયની એના પપ્પા માટેની માનસિકતા બદલી રહ્યા હોય એમ અજયને બધું જ યાદ કરાવી રહ્યા હતા.અજયના મમ્મીએ એને કીધેલી વાત એને યાદ આવી ગઈ. તેઓ ઘણી વાર કહેતા હતા કે, 'હું પરણીને આવી ત્યારે આપણો મોટો આખો પરિવાર સાથે રહેતો હતો પણ થોડા સમય બાદ આપણે અલગ રહેવા લાગ્યા જેથી ઘરનો ખર્ચ એકલા તારા પપ્પાથી પરવડે એમ નહોતું, તો એમણે મને પણ ભણવામાટે