ઋણાનુબંધ - 3

(31)
  • 4.8k
  • 1
  • 3.4k

અજયે મંદિરે દર્શન કરીને ત્યાંથી પોતાના ડિનર માટે એક ગુજરાતી રેસ્ટોરન્ટ પર પોતાની ગાડી ઉભી રાખી હતી. હસમુખભાઈ ઘરે હોય તો અજય ઘરે ટિફિન લઈને જતો નહિ તો અહીં જ રાત્રે જમતો હતો. હવે તો આ રેસ્ટોરન્ટવાળા લોકો સાથે પણ અજયની આત્મીયતા બંધાઈ ગઈ હતી. કારણ કે, જ્યાં સુધી સીમાબેન હતા ત્યાં સુધી તેઓને ઘરે જમવાનું બંને વખત ગરમ ગરમ મળતું પણ હવે ઘરમાં કોઈ સ્ત્રી જ નહોતી અને આખો દિવસ અજયે કોલેજ લેક્ચર લેવાના. નવી પદ્ધતિઓ અને નવા ઉદભવતા રોગો તેમજ નવી મેડીસિન લોન્ચ થતી હોય એમના વિષે પણ સતત જાણકારી લેતું રહેવું પડે. એમાં ક્યાં ઘરે આવી રસોડું