વિહાર અને સારિકા. બે નામ, જે મહત્તમ સાથે જ લેવાતા. કારણ? કારણ કે એ બંને એક બીજા થી અલગ હતા જ નહિ. સાવ જુદા વાતાવરણ અને કુટુંબ માંથી આવેલા બે લોકો વચ્ચે આટલી બધી લાગણી હોઈ શકે? માન્ય માં ના આવે પરંતુ હકીકત છે આ. વિહાર - એક અત્યંત તેજસ્વી અને ધનિક કુટુંબ માંથી આવેલો છોકરો. અને સારિકા - એક સામાન્ય વિદ્યાર્થીની. ભણવામાં એટલી હોશિયાર નહિ છતાં એક આકર્ષક વ્યક્તિત્વ ધરાવનારી, એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતી. સામાન્ય રીતે, અતિ શ્રીમંત કુટુંબમાંથી આવતા છોકરાઓ વિષે આપણે એક અલગ મંતવ્ય ધરાવતા હોઈએ છે. પરંતુ, વિહાર આપણી એ દરેક માન્યતાનું ખંડન