પ્રારંભ - 49

(68)
  • 4.3k
  • 2
  • 3.1k

પ્રારંભ પ્રકરણ 49ગોરેગાંવનો પ્લૉટ ખાલી કરવા માટે લલ્લન પાંડે તૈયાર છે એ સમાચાર જયદેવ પાસેથી સાંભળ્યા પછી કેતન બીજા દિવસે જ મીટીંગ કરવા માટે તૈયાર થઈ ગયો. એણે જયદેવને સવારે ૧૧ વાગે મીટીંગ રાખવાનું સૂચન પણ કરી દીધું.જયદેવે આ સમાચાર પાંડેને આપી દીધા અને પાંડેએ સવારે ૧૧ વાગે મીટીંગ માટે પોતાની તૈયારી બતાવી. કેતન સવારે ૯:૩૦ વાગે ઘરેથી ગાડી લઈને નીકળી ગયો. એણે જયદેવને પણ ફોન કરી દીધો કે એ પાંડેની સોસાયટીના ગેટ ઉપર હાજર રહે. કેતન ૧૧ વાગે પાંડેની સોસાયટી પાસે પહોંચ્યો ત્યારે બાઈકને સાઈડમાં પાર્ક કરીને જયદેવ ઉભો જ હતો.કેતને પોતાની ગાડી સોસાયટીની અંદર ગેસ્ટ પાર્કિંગમાં પાર્ક કરી.