પ્રારંભ - 48

(69)
  • 4.6k
  • 5
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 48રાજુ લંગડો નામચીન બુટલેગર હતો. આ ઝુંપડપટ્ટીમાં અને આજુબાજુના વિસ્તારમાં એનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો. ફિલ્મસિટીમાં પણ એ વાઈન પહોંચાડતો હતો. કોઈ મોટી રકમ લીધા વગર એ પ્લોટ ખાલી કરે એવી કોઈ શક્યતા ન હતી. લલ્લન પાંડે આ જાણતો હતો એટલે રાજુ લંગડાથી જ મીટીંગ શરૂ કરવાનો એણે નિર્ણય લીધો. રાજેશ ઉર્ફે રાજુ તિવારી મૂળ ઉત્તર પ્રદેશનો હતો. નાનપણથી જ ગુંડાગીરી કરતો હતો. જોગેશ્વરીની એક ચાલીમાં એનો જન્મ થયો હતો. બાપ દારૂડિયો હતો અને મા શાકભાજી વેચતી હતી. નાનપણથી જ ખરાબ મિત્રોની સોબતમાં રાજુ વરલી મટકા અને જુગાર રમતો થઈ ગયો હતો. પૈસાની જરૂર પડે ત્યારે