પ્રારંભ - 47

(68)
  • 4.3k
  • 3
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 47સુરત સ્ટેશને મમ્મી પપ્પા અને શિવાની પોતાનો સામાન લઈને ઉતરી ગયાં. ટ્રેઈન પાંચ સાત મિનિટ ઉભી રહેતી હતી એટલે કેતન અને જાનકી પણ નીચે ઉતર્યાં. ટ્રેઈનની વ્હિસલ વાગી એટલે જાનકીએ મમ્મી પપ્પાને ચરણસ્પર્શ કર્યા અને કોચમાં ચડી ગઈ. કેતન પણ મમ્મી-પપ્પાને બાય કહીને કોચમાં ચડી ગયો.લગભગ પોણા ત્રણ વાગે સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશને પહોંચ્યો. કેતન લોકો બોરીવલી ઉતર્યા ત્યારે મુંબઈમાં એક ઝાપટું પડી ગયું હતું. હવામાં ભીનાશ હતી અને હજુ પણ થોડી થોડી ઝરમર ચાલુ હતી. સ્ટેશન ઉપર જ લગભગ અડધો કલાક રોકાયા પછી જાનકી ચર્ચગેટ જતી લોકલમાં માટુંગા જવા માટે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બેસી ગઈ. આટલી વહેલી પરોઢે