ધ કેરલ સ્ટોરી

(48)
  • 5.3k
  • 2
  • 2k

ધ કેરલ સ્ટોરી- રાકેશ ઠક્કરજો ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ સાથે વિવાદ ના સંકળાયો હોત તો એની ચર્ચા થઈ ના હોત અને સ્ટાર વગરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ના હોત એ સૌ કોઈ સ્વીકારશે. બોલિવૂડમાં મસાલા ફિલ્મોના ખરાબ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ‘ધ કેરલ સ્ટોરી’ આશા જગાવી રહી છે. ફિલ્મને જોવામાં આવી એટલે લોકોને ખબર પડી કે અદા શર્મા જેવા અનેક કલાકારો છે જે પડદા પર અભિનય કરતા નથી પરંતુ એ જીવંત પાત્ર હોય એવો ભાસ ઊભો કરે છે. અદાએ ‘શાલિની’ માંથી ‘ફાતિમા’ અને ફરી ‘શાલિની’ બનવાનું ટ્રાન્સફોર્મેશન બતાવ્યું છે એના પર સમીક્ષકો વારી ગયા