હજાર નૂર કપડાં..

  • 2.4k
  • 1
  • 878

હજાર નૂર કપડાં..આજે એક સમારંભમાં મારી નજીકની ઉંમરના કે મોટા, 60 થી 75 ની વયના વરિષ્ઠ નાગરિકો એકઠા થયેલા. તેમના પહેરવેશને જોઈ વિચાર આવ્યો કે આપણે ગમે તે ઉંમરના પડાવ પર હોઈએ, વ્યવસ્થિત દેખાવાથી આપણો પોતાનો આત્મવિશ્વાસ વધે છે. મને કેટલીક ત્રુટીઓ તેમના પહેરવેશમાં દેખાઈ તેથી સહુ પ્રત્યે આદર સાથે આ ટુંકો લેખ લખું છું.પેન્ટની લંબાઈ. રેડીમેઇડ પેન્ટની સિલાઈ સારી દેખાય છે અને આકર્ષક હોય છે પણ કોણ જાણે કેમ, ઠીંગણા માણસને તો બગલ સુધી આવી જાય એવી લાંબી બેય બાંય રેડીમેડમાં હોય છે! પેન્ટ કમર અનુસાર મળતાં હોય છે જેમ કે 42 ઇંચ, 95 સેમી વગેરે. પણ લંબાઈ આપણે