સ્કૂલની એ બેન્ચ

  • 2.2k
  • 744

તને યાદ ન હોય પણ મને યાદ છે. બારી પાસેની એ બેન્ચ, ને બારી પાસે મારી જગ્યા. એક દિવસ અચાનક તારું એ બારી પાસેથી પસાર થઈને સામે પાળી પર તારું બેસવું અને મારું સમગ્ર ધ્યાન તારામાં કેન્દ્રિત થવું. તું અહીં કેવી રીતે હોય શકે એ સવાલનું ઉઠવું. જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી તારું ભણતર તો પૂરું થઈ ગયેલું ને છતાં તારું ત્યાં હોવું મારા માટે એક નવાઈની વાત હતી. પણ હંમેશની જેમ બીજું કંઈ પણ વિચાર્યા વગર તને જોઈ લેવાની એ તક મારે ચૂકવી ન હતી. વર્ગમાં સર ભણાવતાં હતાં ને હું તને જોવામાં લીન હતી. આમ જ પિરિયડ