સવાઈ માતા - ભાગ 22

(12)
  • 3.2k
  • 2.3k

બીજા દિવસે સવારે મેઘનાબહેન અને રમીલા રાબેતા મુજબ પાંચ વાગ્યે ઊઠી ગયાં. નિત્ય કર્મથી પરવારી બેય જણે પૂજાઘરમાં પ્રભુ સમક્ષ દીવો કરી રસોડું આરંભ્યું. મેઘનાબહેનની સાલસતા અને રમીલાનાં સહકારના લીધે તેની માતાનો સંકોચ પણ ઘણાં અંશે ઓછો થઈ ગયો હતો. તે પણ નહાઈને રસોડામાં મદદ કરવા આવી ગઈ. ચા તૈયાર થતાં રમીલાએ ગાળીને ત્રણ કપ ભર્યાં અને મેઘનાબહેને વેજીટેબલ ઈડલી અને ચટણી ત્રણેયની પ્લેટમાં પીરસ્યાં અને ઈડલી કૂકરનો ગેસ સ્ટોવ બંધ કર્યો બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો તેમાં આ ગરમાગરમ ચા અને ઈડલી હૂંફ આપી રહ્યાં હતાં. ત્રણેય મા-દીકરી અલપઝલપની વાતો કરતાં નાસ્તો કરી રહ્યાં હતાં ત્યાં જ સમીરભાઈ