પ્રારંભ - 42

(62)
  • 5k
  • 3
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 42કેતને જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા બન્નેને મુંબઈ આવવા માટે લગભગ તો કન્વીન્સ કરી જ લીધા હતા. અને એને પાક્કી ખાતરી હતી કે બંને જણા તૈયાર થઈ જ જશે. ભલે કદાચ થોડો સમય લાગે એટલે એ બાબતે પણ એને થોડો સંતોષ થયો.ધરમશીભાઈને મળીને પણ એણે ઘણી બધી સ્પષ્ટતા કરી લીધી જેથી કરીને બંગલાની સ્કીમ ચાલુ રહે. અને પોતે ન હોય તો પણ એ સ્કીમ પૂરી થઈ જાય. જો કે નીતાના સંબંધને લઈને એ થોડા નિરાશ ચોક્કસ થયા હશે ! હવે એક વાર આશિષ અંકલને પણ રૂબરૂ જઈને મળવું પડશે. કારણ કે માયાવી જગતમાં હતો ત્યારે એમણે મને બહુ