શંકા - જીવનની એક સમસ્યા

  • 2.6k
  • 1
  • 980

એક ભાઈ, કે જે ખૂબ ભણેલા હતાં અને જેમની પત્ની પણ ખૂબ ભણેલી અને અત્યાધુનિક હતી, તેના પોતાનાં વિશે કહેવા લાગ્યાં, “અમારાં પ્રેમ લગ્ન થયેલાં છે. અમે એકબીજાને ખૂબ ચાહીએ છીએ, ખૂબ કમાયો છું, સુંદર, સંસ્કારી ને ભણેલાં બે બાળકો પણ અમને છે. છતાં એક પ્રશ્ન અમારા જીવનમાં ક્યારેક ક્યારેક ઊભો થાય છે અને ભયંકર કડવાશ મીઠાં જીવનમાં વ્યાપ્ત થઈ જાય છે.” પ્રશ્ન એ છે, કે હું કોઈ પાર્ટીમાં, લગ્નમાં કે કોઈ મિત્રને ત્યાં કોઈ અન્ય સ્ત્રી સાથે જરાક હસીને વાત કરું, શુધ્ધ ભાવથી, તો પણ મારી પત્નીનું મોઢું ત્યાં જ ચઢી જાય, કોઈ સ્ત્રી મારી બાજુમાં આવીને બેસી જાય,