પ્રારંભ - 39

(67)
  • 5.3k
  • 3
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 39કેતન પોતાની પાસે સમય હોવાથી ગોરેગાંવ દિંડોશી માં આવેલા રુચિના દબાણ થયેલા પ્લૉટ ઉપર ચક્કર મારવા આવ્યો હતો. ચક્કર મારીને એ પ્લૉટની બરાબર સામે આવેલી એક નાનકડી હોટલના બાંકડા ઉપર બેઠો હતો. ત્યાં એણે દૂરથી ધીમે ધીમે બાઈક ઉપર આવી રહેલા જયદેવને જોયો અને એ ચમક્યો. આ વિસ્તારનો રોડ થોડો અંદર પડતો હતો અને ખાસ ટ્રાફિક પોલીસ ચેકિંગ થતું નહીં એટલે એણે હેલ્મેટ હજુ માથા ઉપર પહેર્યું ન હતું. નહીં તો જયદેવ આગળ નીકળી જાત તો પણ પોતે એને ઓળખી ના શકત ! " અરે જયદેવ...." જેવો જયદેવ નજીક આવ્યો કે તરત કેતને સહેજ આગળ આવીને બૂમ પાડી.