પ્રેમ - નફરત - ૭૩

(29)
  • 3.6k
  • 1
  • 2.5k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૩મીતાબેન જે વાત કરી રહ્યા હતા એના પરથી સમજાઈ રહ્યું હતું કે નિરૂપા કોઈ ગંભીર કારણથી આવી ન હતી. રચના એમની વાતને વર્ષો પછી ફરી સાંભળી રહી હતી. ત્યારે નાની વયમાં જાણેલી વાત પ્રત્યે ગંભીરતા ના હતી કે ખાસ સમજણ ના હતી. અત્યારે રચના એને પહેલી વખત સાંભળી રહી હોય એમ ધ્યાન દઈને મા પાસેથી સાંભળી રહી હતી.મીતાબેન વાત આગળ વધારતાં બોલ્યા:‘બપોરે ખબર પડી કે નિરૂપાના પતિ દેવનાથભાઈનું મોત થયું છે. કેવી રીતે અને ક્યાં થયું એની કોઈને ખબર ન હતી. હું ચોંકી ગઈ અને મારી પાસે રણજીતલાલના મોતનું રહસ્ય પામવાની જે આશા હતી