ચિનગારી - 10

  • 3k
  • 1.7k

વિવું મારી પરી ફૂલ જેવી છે તેને વધારે હેરાન કરવાનું નાં વિચારતો, દાદી વિવાનનાં રૂમમાં આવ્યા ને વિવાનએ પાછળ જોયું.દાદી....શ..શ...હું બોલું છું એ સાંભળ દીકરા, મારી પરીએ બહુ દુઃખ જોયું છે મને તો તેની આંખોમાં દેખાઈ છે, બસ તેને પ્રેમની જરૂર છે, એક વિશ્વાસની, એક પરિવારની, અહીંયા તું તેને બધું જ આપી શકે તેમ છે પણ તે એમ નહિ માંગે! એ જીવનમાં કઈક કરવા માંગે છે, આગળ વધવા માંગે છે, ઘણું બધું છે જે કદાચ તને કે મને નથી ખબર, મારે એવું કંઈ જાણવું પણ નથી જેના કારણે મારી પરી દુઃખી થાય, પણ એ એવી રીતે તને પ્રેમ નહિ કરે,