વર્ષ ૨૦૨૩માં ‘વિશ્વ હોમિયોપેથી દિવસ’ની ઉજવણી ‘વન હેલ્થ વન ફેમિલી’ની થીમ પર કરાશે. એલોપેથી, હોમિયોપેથી, આર્યુવેદ, નેચરોપેથી આ તમામ સારવારની પદ્ધતિઓ છે. દરેક પદ્ધતિનું પોતાનું આગવું મહત્વ છે. હાલના સમયમાં એલોપેથી સૌથી વધુ પ્રચલિત છે. પરંતુ એવું નથી કે એલોપેથી સામે અન્ય પદ્ધતિઓ ઓછી છે અથવા તેની અસર ઓછી હોય છે. માત્ર એલોપથી એક ઝડપી કાર્યકારી ઉપચાર છે, તેથી જ લોકો તેનો ઉપયોગ વધુ કરે છે. હોમિયોપેથી પણ સારવારની એક પદ્ધતિ છે. હોમિયોપેથી ડોકટરો પણ અન્ય પદ્ધતિઓની જેમ સારવાર કરે છે. લોકો તેના પર વિશ્વાસ રાખીને સારવાર કરાવે છે. હોમિયોપેથી દવાઓ ભારતીય બજારમાં મેડિકલ સ્ટોર્સ પર પણ વેચાય છે. 10