ધૂપ-છાઁવ - 97

(23)
  • 2.8k
  • 1
  • 1.8k

અપેક્ષા જેવી ઘરમાં પ્રવેશી કે તરતજ લક્ષ્મી સમજી ગઈ હતી કે, નક્કી ધીમંત શેઠને ત્યાં કોઈ એવી વાત બની છે જેને કારણે અપેક્ષા વિચારોમાં ખોવાઈ ગઈ છે. અપેક્ષા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ અને કપડા બદલીને હાથ પગ મોં ધોઈને જરા ફ્રેશ થઈ અને બેડ ઉપર આડી પડી ગઈ પરંતુ તેની નજર સામેથી લાલજી ભાઈ જે પોતાની સામે હાથ જોડીને ઉભા હતા તે દ્રશ્ય ખસતું નહોતું અને તેના કાનમાં હજીપણ એ શબ્દો ગુંજી રહ્યા હતા કે, "બેન ના ન પાડતાં મારા શેઠ સાહેબ બહુ સારા માણસ છે તમે એમની સાથે ખૂબ ખુશ રહી શકશો." અને અપેક્ષાએ એક ઉંડો નિસાસો નાખ્યો