ટીળખ

  • 3.6k
  • 1
  • 1.3k

"ચરર ચરર મારું ચકડોળ ચાલે... ચકકડ ધૂમ ચક્કડ ધૂમ તાલે.. આજે રોકડાને ઉધાર કાલે..." મારી સેટ કરેલી આ રિંગટોન વાગતી, ડિસ્પ્લે પર કોઈક અજાણ્યો નંબર જોઈ હું ફોન ઉપાડતો અને સામે છેડેથી રોકડાની ઓફર થતી. "ગુજરાતની રાજધાનીનું નામ શું છે? અમદાવાદ માટે એક દબાવો, રાજકોટ માટે બે દબાવો, ગાંધીનગર માટે ત્રણ દબાવો અને સુરત માટે ચાર દબાવો. સાચો જવાબ આપો અને જીતો રૂપિયા દસ લાખ સુધીના રોકડ ઇનામો સાથે અનેક ગિફ્ટ વાઉચરનો ખજાનો." કોઈકના હાથમાં કુબેર ખજાનો લાગી ગયો હશે અને કાળાના ધોળા નહી થતાં હોય તે હવે લૂંટાવી દેવાનું વિચારી હાટડી માંડીને બેઠો હશે એવા વિચારે એક બે વાર