પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૨ મીતાબેનના સ્વરમાં વર્ષો પહેલાં અનુભવેલી એ થડકનો અણસાર રચનાના કાનને સ્પર્શ કરી ગયો. એનું હ્રદય પણ હચમચી ગયું. રચના વાત સાંભળતા પહેલાં હ્રદયને કઠણ કરી રહી.મીતાબેન આગળ બોલ્યા:'એમ્બ્યુલન્સમાંથી ઉતરીને મેનેજર બહાર આવીને જ્યારે અમારી નજીક આવ્યો ત્યારે દેવનાથભાઇને જોઇ પહેલાં તો સહેજ ચમકી ગયો પછી સહાનુભૂતિ વ્યક્ત કરતાં બોલ્યો:'માફ કરજો, મારે એક દુ:ખદ સમાચાર આપવાના છે...'એના આ વાક્યથી મારા પર જાણે વીજળી પડવા જઇ રહી હતી. મને લાગ્યું કે હું એની વાત સાંભળી નહીં શકું. મેં જાત પર મુશ્કેલીથી કાબૂ મેળવ્યો અને નજીકમાં ઓટલા પર ફસડાઇને બેસી પડી.મેનેજરને જાણે જવાની ઉતાવળ હોય એમ