પ્રહાર પ્રતીક્ષા

  • 1.6k
  • 564

તેનું નામ હેન્રી હતું. વીસ વર્ષ પહેલાં તેણે તેની પત્ની મેરીને નજીવી બાબતે છૂટ્ટાછેડા આપી દીધા હતા. એ બિચારી તૂટી ગઈ હતી. જીવનમાં એમણે સૌથી વધુ કોઈને પ્રેમ કર્યો હોય તો એ હેન્રી હતો. રોજ સવારે ઉઠતી ત્યારથી એ હેન્રીની સેવામાં લાગી જતી. હેન્રી ઊઠીને ન્હાવા જાય એ માટે પાણી ગરમ કરી દેતી, હેન્રી માટે સમયસર ચા નાસ્તો તૈયાર કરી દેતી અને હેન્રી ન્હાઈને આવી ચા નાસ્તો કરે ત્યાં સુધીમાં હેન્રીને પહેરવાના કપડાં, ટાઈ, રૂમાલ, બૂટ, મોજા બધું તૈયાર કરી રાખતી. જ્યારે હેન્રી કામ પર જતો ત્યારે તે દરવાજા સુધી સાથે જતી અને કામ પર જતા હેન્રી ને કહેતી 'સાંજે