નવરાત્રિ આઠમે પતરી વિધિ

  • 2.9k
  • 944

નવરાત્રી આઠમે પતરી વિધિ કચ્છના સુપ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢનો ઇતિહાસ જગવિખ્યાત છે. વર્ષના ચૈત્ર અને અશ્વિન માસના બે નોરતા પૈકી શારદી નવરાત્રીમાં સમગ્ર દેશમાથી પદયાત્રિકોનો મોટો પ્રવાહ માતાના ચરણે શીશ ઝુકાવે છે. માતાના મઢમાં અશ્વિન નવરાત્રીમાં 2 મુખ્ય વિધિ થાય છે. એક સાતમના મધ્યરાત્રિએ અહીના મહંત યજ્ઞ કરી નાળિયેર હોમે છે અને આઠમના સવારે કચ્છના રાજવી કુટુંબ તરફથી ચામર ઉપડવાની અને જાતર ચડાવવાની વિધિ થાય છે. અગાઉના જમાનામાં રાવ પહેલા ખેંગારજીએ કચ્છ પર કબ્જો જમાવ્યા વખતે અને ભુજ ની રાજધાની તરીકે સ્થાપના થયા બાદ રાવસાહેબ અને તેમના કુટુંબ દ્વારા અષ્ટમીના માતાજીના મઢમાં ચામર ઉપાડવાની અને જાતર ચઢાવવાની વિધિ શરૂ થઈ હોવાનું