કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 69

(21)
  • 5.5k
  • 3
  • 4.4k

"કૉલેજ કેમ્પસ"ભાગ-69પરી વિચારી રહી હતી કે, શું આકાશ ડ્રગ્સની હેરાફેરી કરે છે અને ડ્રગ્સનો બિઝનેસ કરે છે. અરે બાપ રે અને પોતાની સાથે મને પણ ડ્રગ્સની ડીલીવરી માટે લઈ ગયો હતો..ઑહ નો.. શું ખરેખર... અને તો પછી અંકલ.. શું અંકલ પણ આકાશની સાથે આ બિઝનેસમાં સંકળાયેલા હશે...?ક્રીશા ક્યારની પરીને બોલાવી રહી હતી પરંતુ પરીનું ધ્યાન જ નહોતું તે વિચારોમાં ખોવાયેલી હતી અને તેને આમ વિચારોમાં ખોવાયેલી જોઈને શિવાંગને લાગ્યું કે, પરી ખરેખર કોઈ તકલીફ કે મુશ્કેલીમાં તો નથી મુકાઈ ગઈ ને..અને તેણે પરીના હાથ ઉપર હાથ મૂક્યો અને તેને પૂછવા લાગ્યો કે, "બેટા, ખરેખર તું કોઈ તકલીફમાં છે કે શું