દશાવતાર - પ્રકરણ 76

(55)
  • 3.1k
  • 1
  • 1.8k

          ભૂપતિ હસી પડ્યો. પદ્મા જોઈ શકતી હતી કે એ હાસ્ય અંદરના ભયને છુપાવવા માટે હતું. એ બોલ્યો ત્યારે એના અવાજમાં ભયની અસર હતી, "મને આ નવા મિત્રોની પરવા નથી પણ એકવાર આપણે એમને કારુને સોંપી દઈએ તો પરિણામ માટે હું જવાબદાર નથી."           નીને માથું હલાવ્યું. “અમે પરિણામ ભોગવવા તૈયાર છીએ.”           બાકીનાએ પણ માથું હલાવ્યું.           "એ આપણને કારુને સોંપી દેશે." સરોજા રડતાં રડતાં બોલી. પદ્માએ એની સામે જોયું, “આપણે એના પર વિશ્વાસ ન કરવો જોઈએ.”           "ઠીક છે."