પ્રેમાળ બા 'જાતે કામ કરીને આનંદિત રહો'ઓસરીમા બા પાસે ભોલો આવ્યો, બાજુમાં બેઠો અને બોલ્યો, અરે ઓ બા... કેતલુ કામ કલીશ ? હવે થોડો આલામ કલો. બા નું નામ દેવું બા. કામ કરતાં જ રહે, કોઈ દિવસ આરામથી બેસેજ નહીં. રોજ સવારે વહેલાં ૫.૦૦ વાગે જાગી જાય. ઘરનાં બધાં જ કામો વ્હેલી સવારથી જ હાથમાં પકડી લેતાં. સવારે ગાયનું વાસીદું સાફ કરી લે, દૂધ દોહી લે, છાશ કરીને માખણ બનાવી લે.. વળી બા બોલ્યા, અરે ભોલ્યા, અત્યારે મગની દાળને ઘંટડામા દળવા દે, દળાયા પછી બધાનાં કપડાં પણ સંકેલવાના છે. ભરબપોરનો સમય હતો. ઘરનાં બધાં જ સભ્યો પોત પોતાનાં ઓરડામાં સુઈ