કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 68

(22)
  • 5.6k
  • 2
  • 4.4k

ક્રીશા વિચારી રહી હતી કે, મારી બંને દીકરીઓને અને શિવાંગને ત્રણેયને આખા દિવસમાં શું બન્યું તે બધુંજ ઘરે આવીને મને કહેવાની આદત છે તો પછી પરીએ આજે કેમ કંઈ કહ્યું નહીં? અને તે કોઈ છોકરાના બાઈક પાછળ ક્યાં ગઈ હશે અને ક્યાંક ગઈ હશે માટે જ તો તે આજે આટલી બધી થાકેલી લાગે છે અને કદાચ માટે જ તેણે આજે જમવાની પણ ના પાડી અને તે સીધી સૂઈ જ ગઈ..‌હે ભગવાન હું જે વિચારું છું તે બધુંજ ખોટું હોય...અને ક્રીશા બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવા લાગી. અને વિચારવા લાગી કે, અત્યારે તેને ઉંઘમાંથી ઉઠાડીને આ વિશે પૂછી લઉં પછી