પ્રારંભ - 20

(78)
  • 4.9k
  • 4
  • 3.7k

પ્રારંભ પ્રકરણ 20કેતને જ્યારે પૂછ્યું કે બોલ તારે મારું શું કામ હતું ત્યારે જવાબ આપવામાં અસલમ થોડોક મૂંઝાઈ ગયો. કારણકે ડ્રગ્સનો ધંધો શરૂ કરવા માટે ૨૦ ૨૫ કરોડની આશાથી અસલમ કેતન પાસે આવ્યો હતો. પરંતુ કેતનની હાજરીથી અને કેતનની આધ્યાત્મિક પોઝિટિવ ઉર્જાથી અસલમના વિચારો બદલાઈ ગયા ! એની જીભ જ જાણે કે સિવાઇ ગઇ !! અસલમ વર્ષોથી સુરતમાં કેતનના ઘરે આવતો જતો હતો અને એના સમગ્ર પરિવારને ઓળખતો હતો. કેતનનું ફેમિલી સ્વામિનારાયણ ધર્મ પાળતું હતું. કેતન જો કે એમાંથી બાકાત હતો છતાં એ આધ્યાત્મિક તો હતો જ. હવે એની આગળ ડ્રગ્સના ધંધા માટે આટલી મોટી રકમ માગવી અસલમને યોગ્ય નહોતું