દશાવતાર - પ્રકરણ 67

(73)
  • 3.3k
  • 2
  • 1.6k

          પદ્મા અને બાકીના તાલીમીઓએ બસમાંથી ખોરાક એકઠો કર્યો, કેટલાક ફૂડ પેકેટ પ્લાસ્ટિકની થેલીઓમાં હતા અને કેટલાક કાગળની થેલીઓમાં. પદ્માએ એના થેલામાં બિસ્કિટ, બ્રેડ અને સૂકો ખોરાક ભર્યો. સરોજાએ પણ એ જ કર્યું. એ હજુ પણ રડતી હતી.           થોડીવારમાં બસમાં ખોરાકનો જથ્થો પૂરો થઈ ગયો. બધા તાલીમીઓ ઇમારતમાં દોડી ગયા જ્યાં અનુભવી એમની રાહ જોતા હતા. એમણે જગપતિ અને એની ટૂકડીને ભોંયરામાં કેદ કરી હતી જેથી આવનારી ટૂકડી જગપતિ પર કોઈ શંકા ન કરે. જોકે એમ કરવું એ એમના પોતાના મુત્યુને આમંત્રણ આપવા બરાબર હતું એ શૂન્યો જાણતા હતા. જગપતિ અને બાગી નિર્ભય સિપાહીઓની