પ્રારંભ - 11

(78)
  • 6k
  • 7
  • 3.8k

પ્રારંભ પ્રકરણ 11કેતને જયેશ અને મનસુખને ઘરવખરી અને કરિયાણાનું લિસ્ટ બનાવી આપ્યું હતું. પરંતુ જ્યારે રાત્રે આઠ વાગે જયેશ અને માલવિયા માલ સામાન લઈને આવ્યા ત્યારે એ જોઈને કેતનને એના આ બે સાથીદારો માટે માન ઉપજ્યું. કેતને જે લિસ્ટ બનાવ્યું હતું એના કરતાં પણ બીજી ઘણી વસ્તુઓ ખરીદી હતી !!નાની મોટી પ્લાસ્ટિકની બે ત્રણ ડોલ અને મગ, એક ડસ્ટબીન, સૂપડી, પોતું કરવા માટે બે ત્રણ ખાદીનાં પોતાં, ત્રણ નેપકીન, બે પગ લુછણીયાં, સાવરણી, કોથળો ભરીને નાનાં મોટાં વાસણો અને કપ-રકાબીનો સેટ વગેરે તમામ સામાન ખરીદી લીધો હતો. જયેશની પત્ની સાથે ગઈ હતી એનો જ આ પ્રતાપ હતો !!" તમે લોકોએ