પ્રેમનું રહસ્ય - 20

(24)
  • 3.4k
  • 3
  • 1.3k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦ અખિલ ઘરે પહોંચ્યો એટલે સંગીતાએ પહેલો જ પ્રશ્ન કર્યો:'સારિકા મળી કે નહીં?' અખિલ નિરાશ થતાં બોલ્યો:'ના, લાગે છે કે કોઇ અગત્યનું કામ આવી ગયું હોવાથી ક્યાંક જતી રહી છે. ઘરે જઇ આવ્યો પણ ત્યાં તાળું છે. એનો મોબાઇલ નંબર પણ લીધો નથી...' કુંદન હસી પડ્યો અને સંગીતા તરફ જોઇ બોલ્યો:'ભાભી, એમ લાગે છે કે અખિલ મને ઉલ્લુ બનાવી રહ્યો છે. એ થોડા દિવસોથી એને મળી રહ્યો હતો એમ કહે છે પણ એની પાસે એનો ફોટો કે ફોન નંબર નથી. અને હમણાં આવીને ક્યાંક જતી રહી એમ કહે છે...' અસલમાં અખિલ સારિકાને શોધવા બહાર ગયો ત્યારે સંગીતાએ એને