પ્રેમનું રહસ્ય - 19

(34)
  • 3.8k
  • 2
  • 1.8k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯ અખિલને સંગીતાના પડી જવાની અને એને વાગ્યાની ચિંતા કરતાં સારિકા દેખાતી ન હોવાનો ડર વધુ પરેશાન કરી રહ્યો હતો. સંગીતા કહી રહી હતી કે સારિકા એની સામે બેઠી છે પણ પોતાને તો કોઇ દેખાતું ન હતું. એણે આખા હોલમાં બાઘાની જેમ સારિકાને શોધવા નજર ફેરવી લીધી. એને સારિકા ક્યાંય દેખાતી ન હતી. અખિલને થયું કે સારિકાના ભૂતે પોતાની જાત બતાવી છે. એ આવું કંઇક બનવાનું કહેતી જ હતી. હવે પોતાને સારિકા દેખાતી નથી એમ કહીશ તો સંગીતા ગભરાઇ જશે. મારે જવાબ શું આપવો? અખિલને આમતેમ ફાંફા મારતો અને બઘવાયેલો જોઇ સંગીતા હસીને બોલી:'આમ સારિકા માટે પરેશાન કેમ