ત્રિકોણીય પ્રેમ - 7

  • 2.9k
  • 1
  • 1.5k

ભાગ….૭ (પલ્લવસાન્યાને એકબીજામાં પ્રેમમગ્ન જોઈ અશ્વિન દુઃખી થઈ જાય છે, પણ તે પોતાને મક્કમ કરી કેસ પર ધ્યાન આપે છે. બાવાજી મહારાજ આ વખતે લાલચ પર પ્રવચન આપી રહ્યા છે, હવે આગળ....) "અમે લૂંટાઈ ગયા... અમને તમારી શરણમાં લઈ લો." બાવાજી મહારાજને પગે લાગી આવું બોલી રહ્યા હતા, એક સાઈઠ વર્ષના માયકાંગલા જેવા દેખાતો પુરુષ, તેનો પહેરવેશ એકદમ સાદો, શરીરથી વધારે પડતો નબળો અને સ્ત્રીના પહેરવેશમાં પણ એકદમ સાદી સાડી હતી, પણ તેના નેનનકક્ષ સુંદર હતા. એટલું ખરું કે સમયની થપાટે તેેને શરીરથી નબળી અને ચહેેરા પરથી નૂર ખેંચી લીધેલું. ફક્ત શરીરના ભરાવો પુરુષ કરતાં વધારે એટલે એમ કહી શકાય