પ્રેમ - નફરત - ૬૬

(30)
  • 3.6k
  • 3
  • 2.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૬ આરવને નવાઇ લાગી રહી હતી. પોતે ભારતથી એકલો આવ્યો હતો. અહીં પણ એકલો જ રહેતો હતો અને ફરતો હતો. કોઇ સ્ત્રી એની સાથે ન હતી. એ અહીં આવીને કોઇ ભારતીય કે વિદેશી સ્ત્રીને મળ્યો નથી. રિસેપ્શનિસ્ટ કયા આધારે કહી રહી છે કે મારા રૂમમાં જે છોકરી છે એને મેં બોલાવી હતી. આરવને ગુસ્સાથી સવાલ કરતો જોઇ રિસેપ્શનિસ્ટને આંચકો લાગ્યો હતો. તેને સમજાતું ન હતું કે આ ગ્રાહક આવું વર્તન કેમ કરી રહ્યો છે. એણે આરવનું માન જાળવતાં કહ્યું:'સર, આપની રૂમ બે જણ માટે એટલે કે કપલ માટે બુક થયેલી છે. અને એ રૂમના