પ્રેમનું રહસ્ય - 18

(34)
  • 3.8k
  • 2
  • 1.9k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮ અખિલે સારિકાની વાતને સાંભળીને કોઇ પ્રતિભાવ આપ્યો નહીં. એને સારિકા વધુને વધુ રહસ્યમય લાગી રહી હતી. એણે સપનામાં કલ્પના કરી નહીં હોય એવું બનવાની આગાહી કરી હતી. અખિલને સંગીતાની ચિંતા થવા લાગી હતી. ક્યારે પહોંચીને સંગીતાને હેમખેમ જુએ અને મળી લે એવી ઇચ્છા બળવત્તર બની હતી. તેને થયું કે પોતાના હાથમાં કારનું સ્ટીયરીંગ હોત તો કારને જલદી ઘરે પહોંચાડી દીધી હોત. સારિકા બહુ ધીમેથી અને સ્ટાઇલથી ડ્રાઇવિંગ કરી રહી હતી. અત્યાર સુધી એની સાથે કારમાં બેસવાનું એને ગમ્યું હતું. આજે એને સારિકાથી દૂર ભાગવાની ઇચ્છા થઇ રહી હતી. એના પર હવે ભરોસો રહ્યો ન હતો. એ કોઇ