પ્રેમ - નફરત - ૬૫

(31)
  • 3.4k
  • 2
  • 1.8k

પ્રેમ-નફરત       - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર પ્રકરણ-૬૫ આરવ એક બંધ કમરામાં પોતાની સામે એક અજાણી યુવતીને જોઇને ચોંકી ગયો હતો. હોટલની સુરક્ષા વ્યવસ્થા અંગે તેને શંકા ગઇ. કમરાની ચાવી પોતાની પાસે હતી છતાં આ અજાણી ડાન્સર જેવી યુવતી અંદર કેવી રીતે આવી ગઇ. એનો આશય શું હશે? શું હોટલની આ પરંપરા હશે? એમના પેકેજમાં એવું તો કંઇ લખ્યું ન હતું કે રાત્રે એક ડાન્સરનો ડાન્સ માણવા મળશે? અને પોતે પણ હોટલના બુકિંગ પર ધ્યાન આપ્યું ન હતું. બધું જ કામ રચનાએ કરાવ્યું હતું. એણે વળી બીજા કોઇ પર ભરોસો મૂક્યો હશે. આરવે વધારે વિચાર કરવાને બદલે અંગ્રેજીમાં કહ્યું:'આ ડાન્સ