એક બહુ મોટી ઇન્ટરનેશનલ કંપનીના મેનેજીંગ ડીરેકટર કમ સી.એ. આવ્યા ને કહેવા લાગ્યા, ‘બેનશ્રી, પંદર દિવસથી ઘરમાં સ્મશાન જેવું છે. પત્નીના અબોલા છે, બાળકો ઘરમાં અમારા બેઉ સાથે બોલતા નથી , ગભરાયેલા ગભરાયેલા અને ડીપ્રેશ થઈને ફરે છે ! દયામણા ચહેરા સાથે! જે કઈ ઘરમાં વ્યવ્હાર ચાલે છે તે નોકરો ને રસોયા મારફત જ ! હવે આનો શો ઉપાય ? બધી રીત અપનાવી જોઈ , પણ પત્ની સમજતા જ નથી. હવે શું કરવું ? આવું તો મહીને મહીને થઇ જાય છે !’ આટલું બધું ભણેલા, ગણેલા , આવડી મોટી કંપનીને મેનેજ કરે છે ને ડાયરેકટ પણ કરે છે,