(સાર્થક વૈદેહી અને શિખાને ઘરે ડ્રોપ કરે છે. સવારે થયેલી મારામારીમાં વૈદેહીને હાથમાં વાગ્યું હોવાથી એનો હાથ સુજી જાય છે. શિખા એને હોસ્પિટલ જવાનું કહે છે પણ વૈદેહી કંઈ જરૂર નથી એમ કહી વાત ટાળી દે છે. બીજી તરફ ગરિમાબેન વૈદેહીને કહે છે કે એમનું માથું દુઃખે છે તો આજની રસોઈ એ બનાવે. વૈદેહી વાંચવાનું બાજુ પર મૂકી રસોઈ બનાવવા જાય છે. હવે આગળ) વૈદેહી જલ્દી જલ્દી રસોડામાં ગઈ અને મનોજ નામનાં એક જુનિયર કૂકને એણે શું બનાવવાનું છે એ પૂછ્યું. "મોટી બાએ આજે કાઠિયાવાડી રસોઈ બનાવવા કહ્યું છે." મનોજે કહ્યું. "કાઠીયાવાડી ! એમાં શું શું બનાવવાનું છે ? મતલબ